દિવાળીમાં રેશનકાર્ડ ધારકોને એક લીટર કપાસિયા તેલ 93 રૂપિયાના ભાવે મળશે

નમસ્કાર મિત્રો ગુજરાતમાં નવરાત્રી પછી આવી રહેલા દિવાળીના તહેવારો નિમિત્તે મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીનો માર ના પડે એટલા માટે 1 લીટર કપાસિયા તેલ 93 રૂપિયામાં આપવામાં આવશે.

હાલમાં એક લીટર કપાસિયા તેલનો ભાવ 165 થી લઈને 175 ચાલી રહ્યો છે પરંતુ રાજ્ય સરકાર તેમાં 70 રૂપિયાની સબસિડી આપીને ગરીબ પરિવારોને 93 રૂપિયા પ્રતિ લીટર કપાસિયા તેલ ખવડાવશે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક નોટિફિકેશન પ્રમાણે રાજ્યના બીપીએલ, અંત્યોદય અને NFSA હેઠળના અગ્રતા ક્રમ ધરાવતા પરિવારોને દિવાળીના તહેવારોમાં કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવશે અને પ્રત્યેક પરિવારને એક લીટર કપાસિયા તેલના પાઉચ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.

એક લીટર કપાસિયા તેલ સરકારને 162.72 રૂપિયામાં પડે છે જેમાં સરકાર 70 રૂપિયાની સબસીડી આપશે જેથી રેશનકાર્ડ ધારકોને 93 રૂપિયા પ્રતિ લીટર કપાસિયા તેલ મળશે.

રાજ્ય સરકારના આ વિભાગે ગરીબોને વહેંચવા માટે 71 લાખ કપાસિયા તેલના પાઉચ ખરીદવાનું નક્કી કર્યું છે અને વહેલા તે પહેલાના ધોરણે આ જથ્થો પૂર્ણ થઈ જાય ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે.

આ કપાસિયા તેલ ગરીબ પરિવારોને નવેમ્બર મહિનામાં મળશે અને આ મહિનામાં રીફાઇન્ડ કપાસિયા તેલના સમયસર વિતરણની કામગીરી અન્ન અને નાગરિક પુરવઠા નિયામકશ્રીએ જોવાની રહેશે.

રીફાઇન્ડ કપાસિયા તેલનો જેટલો પણ જથ્થો પડયો છે ગોડાઉનમાં તેમજ વ્યાજબી ભાવની દુકાનોમાં પડ્યો છે એ જથ્થો શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.