રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, જુઓ શું શું અને ક્યારે મળશે?

નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે.

નિયામક અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબર 2021 માસનો નિયમિત તથા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ નું વિતરણ તારીખ 7 ઓક્ટોબર 2021 થી આધારકાર્ડ નંબરથી ઓળખ આપીને રાજ્યની કોઇપણ વ્યાજબી ભાવની દુકાન પરથી આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો મળવાપાત્ર થશે.

વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના લાભાર્થી ગુજરાત રાજ્યના કોઇપણ ગામ કે શહેર ની વ્યાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકે છે.

જો રેશનકાર્ડ ધારકોને પોતાને મળવાપાત્ર જથ્થો સમયસર ન મળતો હોય, જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોય, જથ્થાની ગુણવતા અંગે અસંતોષ હોય, જથ્થાની રીસીપ્ટ ના મળતી હોય તો આપની દુકાન સાથે સંકળાયેલ તકેદારી સમિતિના સભ્યોનો સંપર્ક કરીને તેમજ સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરી શકાશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.