શું તમે ઉંદરોના ત્રાસથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય ! ઉંદર થઈ જશે ઘરમાંથી ગાયબ

મિત્રો મોટાભાગના ગામડાઓ અને શહેરોમાં ઘરની અંદર ઉંદરોનો ત્રાસ જોવા મળતો હોય છે કેમકે જો ઘરમાં ઉંદર હોય તો તે ખાવાનું બગાડે છે, કપડાં ફાડી નાખે છે, કોઈ જરૂરી અગત્યની વસ્તુઓને કોતરી નાખે છે અને ક્યારેક તો ઈલેક્ટ્રીક વાયરીંગ પણ કાપી નાખે છે.

લોકો ઉંદરના ત્રાસમાંથી મુક્ત થવા માટે અલગ-અલગ ઉંદર મારવાની દવા વાપરતા હોય છે તોપણ ઉંદરોનો ત્રાસ ઓછો થતો નથી ત્યારે આપણે આજે જાણીશું એવા ઉપાયો વિશે જે અપનાવવાથી ઉંદર ક્યારેય તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે.

1. લાલ મરચું::

મિત્રો આપણે લાલ મરચાંનો ઉપયોગ રસોડામાં કરીએ છીએ. ઉંદરોને લાલ મરચું બિલકુલ પસંદ નથી જેથી જો તમે લાલ મરચાના પાવડરને ઘરના ખૂણામાં રાખી દેશો કે જ્યાં ઉંદરોની અવરજવર હોય છે તો ઉંદરો ક્યારેય ત્યાં જવાની હિંમત નહીં કરે અને તમારા ઘરમાંથી ભાગી જશે.

2. ડુંગળી:

મિત્રો તમને જણાવી દઈએ કે ઉંદરને ડુંગળીની ગંધ જરા પણ પસંદ નથી આવતી.

જો તમે ઉંદરથી છુટકારો મેળવવા માંગો છો તો ઘરના ખૂણામાં ડુંગળી રાખી દો જેથી ડુંગળીની તીખી ગંધથી ઉંદર ઘર છોડીને ભાગી જશે.

3. પીપરમેન્ટ:

ઉંદરોને પીપરમેન્ટની ગંધ પણ જરાય પસંદ નથી આવતી જેથી ઘરના ખૂણે-ખૂણે મૂકવાથી ઉંદરો ઘરમાંથી ચાલ્યા જશે.

4. માણસના વાળ:

ઉંદર અને ઘરમાંથી ભગાડવા માટેનો સૌથી સરળ રસ્તો માણસના વાળ છે.

ઉંદરો વાળથી દૂર રહે છે કેમકે વાર ગળી જવાથી ઉંદરનું મૃત્યુ થઈ જાય છે એટલા માટે વાળ જોઈને ઉંદર ભાગી જશે.

5. ફુદીનો:

મિત્રો આપણે ફૂદીનાનો ઉપયોગ રસોડામાં કરીએ છીએ પરંતુ ઉંદરોને ફુદીનાથી સખત નફરત છે.

ફુદીનો ઉંદરો માટે આતંક સમાન છે તેથી જો તમે ઉંદરને ઘરથી દૂર રાખવા માંગો છો તો ઘરના ખૂણે-ખૂણે ફુદીનાના પાનને અને ફૂલને રાખી દો.

6. ઊંટના પગના નખ:

મિત્ર તમને જાણીને નવાઈ લાગશે કે ઊંટના પગના નખ ઉંદરોને ઘરની બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરશે.

જે જગ્યાએથી ઉંદર ઘરમાં પ્રવેશ કરે છે તે જગ્યા પર ઊંટના પગનો નખ રાખી દો. જો ઉંદર તેને એક વાર સ્પર્શ કરી લેશે તો જિંદગીમાં ઉંદર તમારા ઘર તરફ પાછો ક્યારેય નહીં આવે.

7. ફટકડી:

ઉંદરોને ફટકડીની ગંધ પણ જરાય પસંદ નથી તેથી જો ઘરમાં ઉંદરોનો ત્રાસ હોય તો ફટકડીનો પાવડર અને ઉંદરના દર પાસે નાખી દો જેથી ઉંદરો હંમેશને માટે જતા રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.