રસી લેનારને મળશે મોટું ઈનામ, આ સરકારે કરી જાહેરાત

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના મહામારીમાં કોરોનાથી બચવા માટે લોકો વેક્સિન(રસી) લઇ રહ્યા છે.

ઘણા એવા લોકો પણ છે જે વેક્સિન લેવાથી ડરે છે જેને એવો ભય છે કે વેક્સિન લેવાથી કોઇ આડઅસર થશે એટલા માટે વેક્સિન નથી લઈ રહ્યા.

ભારતમાં રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 97,65,89,540 લોકોએ રસી લઇ લીધી છે અને બાકીના લોકો હજુ વેક્સિનથી વંચિત છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વેકેશન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં હાલમાં ભારતના મણિપુરમાં પણ રસીકરણને વેગ આપવા માટે એક અનોખી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં વેક્સિન લેનારને મોટું ઈનામ આપવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું છે કે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં મેગા રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે અને આ શિબિરમાં જે લોકો વેક્સિન મુકાવશે તેમને ટીવી, મોબાઇલ ફોન જીતવાની તક મળશે.

વધુમાં અધિકારીએ એમ પણ જણાવ્યું કે વહીવટીતંત્રે “શોટ લો, ઇનામ જીતો” ના સૂત્રો સાથે મેગા રસીકરણ કમ બમ્બર ડ્રો કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે.

24 ઓકટોબર, 31 ઓક્ટોબર અને 7 નવેમ્બરના રોજ જિલ્લાના ત્રણ કેન્દ્રો ઉપર આ વેક્સિનેશન શિબિર યોજવામાં આવશે અને આ ત્રણેય કેન્દ્ર પર વેક્સિન લેનારને બમ્પર ડ્રોમાં ભાગ લેવાની અને ઇનામો જીતવાની તક મળશે.

ઈનામની સ્કીમમાં ટીવી, મોબાઇલ ફોન, ધાબળા ઉપરાંત અન્ય દસ આશ્વાસન ઇનામો પણ જીતવાની તક આપવામાં આવશે.

18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ વેક્સિનનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેશે તેને આ ઇનામ જીતવાની તક આપવામાં આવશે.

મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં જીએમ હોલ, પોલો ગ્રાઉન્ડ અને ધર્મશાળા સ્થિત ત્રણ કેન્દ્રો ઉપર લકી ડ્રોના વિજેતાઓને નક્કી કરવામાં આવશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.