રમણીકભાઈ વામજાની આગાહી : 55 ઇંચ વરસાદ પડશે, શ્રાવણ મહિનામાં ભુક્કા બોલાવશે

મિત્રો રમણીકભાઈ વામજા કે જેને 30 થી 35 વર્ષનો અનુભવ છે તેણે જે આગાહી કરી છે તે હાલમાં સો ટકા સાચી સાબિત થઈ રહી છે.

પ્રાચીન વર્ષાવિજ્ઞાનના આધારિત દર વર્ષે ગુજરાતના આગાહીકાર રમણીકભાઈ વામજા આગાહી કરે છે જેમણે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદનું ચિત્ર ધોધમાર રહેશે તેવું જણાવ્યું છે.

રમણીકભાઈની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.

મિત્રો સપ્ટેમ્બર મહિનામાં પણ ત્રણ સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું એક નવો રાઉન્ડ જોવા મળશે.

આ ઉપરાંત રમણીકભાઈએ અગાઉ આગાહી કરી હતી તેમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ચોમાસા દરમિયાન લગભગ 55 ઇંચ જેટલો વરસાદ પડશે.

આ ઉપરાંત શિયાળામાં પણ સારો પાક થશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.

મિત્રો આજથી લઈને આગામી 20 તારીખ સુધી બંગાળની ખાડીમાં 3 લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તેવી શક્યતા છે જેને કારણે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદે પણ શક્યતા છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આશ્લેષા નક્ષત્રમાં પાંચ છ તારીખ સુધી સામાન્ય હળવો વરસાદ વરસવાની સંભાવના છે.

ગુજરાતમાં 4 ઓગસ્ટથી લઈને 15 – 20 ઓગસ્ટ સુધીમાં ત્રણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે. એક પછી એક લો પ્રેશર ઉપરાઉપરી બને તેવી સંભાવના છે.

ગુજરાતના મોટા ભાગના વેધર એનાલિસ્ટો અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો હતો જે થઈ ચૂક્યો છે અને આવનારા સમયમાં ગુજરાતમાં સારો વરસાદ આવે તેવી પુરેપુરી શક્યતા જણાઈ રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.