ગમે એવા વાંઝિયાને પણ મળે છે સંતાનનું સુખ, રામદેવપીરના આ મંદિર વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે

મિત્રો આપણા દેશમાં ઘણા બધા મંદિરો છે કે જ્યાં ભગવાનના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરોમાં અનેક પ્રકારના નાના મોટા ચમત્કારો પણ થતા હોય છે.

મિત્રો આજે આપણે જાણીશું એક એવા મંદિર વિશે કે જ્યાં નિસંતાન દંપતીને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે.

આ મંદિર ગુજરાતના જામનગર જિલ્લાના કાલાવડ પાસેના એક ગામમાં આવેલું રામાપીરનું મંદિર છે જ્યાં આ પ્રકારના ચમત્કારો થાય છે.

મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કેટલાંક વર્ષો પહેલાં હીરાબાઈ નામના એક વ્યક્તિ ઘેટા બકરા ચરાવવા ગયા હતા અને તે રામદેવપીરના ખૂબ જ મોટા ભક્ત હતા તેથી એક દિવસ રામદેવપીરે હીરાંબાઈને એક સંસ્કરણ આપ્યું હતું.

તે દિવસથી જ હીરાબાઈ એ ત્યાં એક નાનકડું મંદિર બનાવ્યું અને રામદેવજી મહારાજની પૂજા શરૂ કરી.

“પીરોના પીર રામાપીર” & “બાબાઓના બાબા રામદેવ બાબા” ને બધા ભક્તો બાબારી તરીકે ઓળખે છે.

હિન્દુ ધર્મના લોકો તેને રામદેવજી કહે છે અને મુસ્લિમો તેમને રામસાપીર કહે છે. મધ્યકાલીન સમયગાળામાં જ્યારે ભારતમાં આરબો, તુર્ક અને ઇરાનના મુસ્લિમ શાસકો દ્વારા હિન્દુઓ પર જુલમ અને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ એકતા માટે હજારો ચમત્કારિક સિદ્ધ સંતો અને સુફી સાધુઓનો જન્મ થયો હતો તેમાંથી એક રામાપીર છે.

જે લોકો આ રામદેવપીરના મંદિરમાં આવે છે અને રામદેવપીરની પૂજા કરે છે તેનું કોઈ પણ દુઃખ દૂર કરે છે અને સુખ-શાંતિ અને પુનઃસ્થાપિત કરે છે.

બાબા રામદેવપીરને દ્વારકાધીશનો અવતાર માનવામાં આવે છે અને તેમને પીરનો પીર રામસાપીર પણ કહેવામાં આવે છે તેમની ગણતરી સૌથી અદભુત અને સંપૂર્ણ પુરુષોમાં થાય છે.

હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક રામદેવની સમાધી રૂણીચામા છે જ્યાં ભારત અને પાકિસ્તાનથી લાખો લોકો આવે છે.

નિસંતાન અજમલજી ભગવાન શ્રીકૃષ્ણના વિશિષ્ટ ઉપાસક હતા. અજમલજી ભગવાન કૃષ્ણ દરબારમાં પોતાની વ્યથા રજૂ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખાતરી આપી કે તેઓ પોતે જ તેમના ઘરે અવતાર લેશે.

બાબા રામદેવ રૂપમાં જન્મેલા શ્રી કૃષ્ણ પારણા વગાડતા દેખાયા અને પોતાના ચમત્કારોથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા.

આજે પણ આ મંદિરે જે કોઈ ની:સંતાન દંપતી આવે છે અને રામદેવજીની માનતા કરે છે તો તેને અવશ્ય સંતાનપ્રાપ્તિ થાય છે અને તેનું વાંઝીયાપણું દૂર થાય છે.

મિત્રો જો તમે પણ રામદેવપીર ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોવ તો કોમેન્ટમાં જય રામદેવપીર અવશ્ય લખજો અને આ માહિતી ને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો. “જય રામાપીર”

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.