શા માટે ભદ્રાકાળ માનવામાં આવે છે! ભૂલથી પણ આ સમયે ભાઈને રાખડી ન બાંધતા, મોટી મુશ્કેલી આવી શકે છે!!

મિત્રો આ વર્ષે રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવશે.

આપણે જાણીએ છીએ કે રક્ષાબંધન ઉપર બહેન તેના ભાઇની વિધિવિધાનપૂર્વક પૂજા કરીને આરતી કરે છે અને ત્યારબાદ કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન ઉપર શુભ ચોઘડિયું જોઈને જ રાખડી બાંધવી જોઈએ.

મિત્રો આ વર્ષે રક્ષાબંધન ઉપર ભદ્રાનું સંકટ છે અને શાસ્ત્રમાં આ કાળને ખૂબ જ અશુભ માનવામાં આવે છે એટલે કે ભદ્રકાળમાં કોઈપણ શુભ કાર્યનું પરિણામ સારું મળતું નથી.

હવે આપણે જાણીશું કે ભદ્ર કાળને કેમ અશુભ માનવામાં આવે છે?

ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. આપણે જાણીએ છીએ કે શનિદેવનો સ્વભાવ પણ ખૂબ જ ક્રૂર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભલે ભદ્રાનો અર્થ કલ્યાણ થાય પરંતુ એનાથી ઊંધુ ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત ગણાય છે.

શાસ્ત્રો પ્રમાણે ભદ્રા ત્રણેય લોકમાં રાશિ પ્રમાણે ભ્રમણ કરે છે જ્યારે તે પૃથ્વીલોકમાં હોય ત્યારે કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્ન આવે છે.

મિત્રો રક્ષાબંધન સાથે ભદ્રાનો ખુબ જ નજીકનો સંબંધ છે એટલા માટે એક પૌરાણિક કથા અનુસાર જ્યારે લંકાપતિ રાવણને પોતાની બહેન દ્વારા ભદ્ર સમયગાળા દરમિયાન જ્યારે રાખડી બાંધવામાં આવી હતી અને ત્યારબાદ જ રાવણનો અશુભ સમય શરૂ થયો હતો અને ખરાબ પરિણામોનો સામનો કરવો પડયો હતો અને લંકાનો નાશ થયો હતો.

રક્ષાબંધન 2022 ભદ્રકાળનો સમય:

રક્ષાબંધનના દિવસે ભદ્રા પૂછ 11 august 2022 સાંજે 5:17 થી 6:18 સુધી

રક્ષાબંધન ભદ્રા મુખ સાંજે 6:18 થી 8:00 સુધી

રક્ષાબંધન ભદ્રા સમાપ્ત 11 ઓગસ્ટ 2022 રાત્રે 8:51 વાગે

રક્ષાબંધન માટે પ્રદોષ કાળનો સમય 11 મી ઓગસ્ટ 2022 રાત્રે 8:52 થી 9:14 સુધીનો છે : રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.