11 કે 12 ઓગસ્ટ, ક્યારે છે રક્ષાબંધનનો તહેવાર? જાણી લો કેમ કે માત્ર આટલા કલાકનું જ છે શુભ મુહૂર્ત!

મિત્રો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે પૂર્ણિમા તિથિની શરૂઆત અને અંતના સમયને કારણે રક્ષાબંધનનો તહેવાર 11 તારીખે કે 12 તારીખે ઉજવવો તે અંગે ખૂબ જ મોટી મૂંઝવણ ઊભી થઈ છે.

પંચાંગ પ્રમાણે જોવા જઈએ તો 11 મી ઓગસ્ટની તારીખથી જ પૂર્ણિમાનો પ્રારંભ થઇ જાય છે પરંતુ આ સમય દરમ્યાન ભદ્રા કાળ આવે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે જેને કારણે આ દિવસે રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે.

મિત્રો પૂર્ણિમાની શરૂઆત 11 મી તારીખે ગુરુવારે સવારે 10:38 વાગ્યાથી થાય છે અને બીજા દિવસે એટલે કે 12મી ઓગસ્ટના રોજ સવારે 07:05 સુધી રહેશે અને સાથે સાથે ભદ્રાનો સમયગાળો પણ શરૂ થઈ જશે અને ભદ્રકાળ 11 ઓગસ્ટની રાત્રે 8:51 મિનિટ સુધી રહેશે એટલે કે 8:51 પછી બહેન તેના ભાઇને રાખડી બાંધી શકે છે.

આ ભદ્રકાળને કારણે મોટાભાગના લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી રહ્યા છે. 12 ઓગસ્ટના દિવસે 05:52 સૂર્યોદય થાય છે તેની સાથે જ રક્ષાબંધનનો શુભ સમય પણ શરૂ થઈ જાય છે અને તે લગભગ ત્રણ કલાક સુધી ચાલશે.

ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. આપણે જાણીએ છીએ કે શનિદેવનો સ્વભાવ પણ ખૂબ જ ક્રૂર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભલે ભદ્રાનો અર્થ કલ્યાણ થાય પરંતુ એનાથી ઊંધુ ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત ગણાય છે.

શાસ્ત્રો પ્રમાણે ભદ્રા ત્રણેય લોકમાં રાશિ પ્રમાણે ભ્રમણ કરે છે જ્યારે તે પૃથ્વીલોકમાં હોય ત્યારે કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્ન આવે છે.

મિત્રો રક્ષાબંધન સાથે ભદ્રાનો ખુબ જ નજીકનો સંબંધ છે એટલા માટે એક પૌરાણિક કથા અનુસાર જ્યારે લંકાપતિ રાવણને પોતાની બહેન દ્વારા ભદ્ર સમયગાળા દરમિયાન જ્યારે રાખડી બાંધવામાં આવી હતી અને ત્યારબાદ જ રાવણનો અશુભ સમય શરૂ થયો હતો અને ખરાબ પરિણામોનો સામનો કરવો પડયો હતો અને લંકાનો નાશ થયો હતો.

આવી સ્થિતિમાં શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને 12 તારીખે સવારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે તો સારું માનવામાં આવે છે કેમકે આ દિવસે ધાતા અને સોભાગ્ય યોગ પણ બની રહ્યો છે.

આવા શુભયોગમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર ઉજવવામાં આવે તો બંનેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.