તમારી રાશિ મુજબ રક્ષાબંધનના તહેવાર ઉપર કયા રંગના કપડા પહેરવા જોઈએ અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ

મિત્રો રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને જીવનમાં આગળ વધે તેવી પ્રાર્થના કરે છે.

જ્યારે બહેન સંરક્ષણ માટે દોરો બાંધે છે ત્યારે કપડાં પણ ખાસ રંગના હોવા જરૂરી છે.

જો રક્ષાબંધન ઉપર કોઈ રાશિ સંબંધિત કોઈ અનિવાર્યતા ન હોય તો બહેનોએ લાલ કપડાં પહેરવા જોઈએ.

આ ઉપરાંત તમારી રાશિ પ્રમાણે રંગ આધારિત રાખડીનો ઉપયોગ કરવો પણ ખૂબ જ ફાયદાકારક રહેશે અને રાશિચક્રના આધારે અલગ અલગ કલરના કપડાં પણ પહેરવા જોઈએ.

મેષ :

મેષ રાશિના જાતકોએ લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ. આ ઉપરાંત ભાઈને લાલ રંગની રાખડી બાંધવી જોઇએ જેનાથી ભાઈ અને બહેનના પ્રેમનું બંધન મજબૂત બને.

વૃષભ :

આ રાશિના જાતકોએ રક્ષાબંધન ઉપર સફેદ અથવા આકાશી કલરના કપડાં પહેરવા જોઈએ અને આકાશના રંગનો રક્ષણાત્મક દોરો ભાઈના કાંડા પર બાંધી દેવો જોઈએ.

મિથુન :

આ રાશિના જાતકોએ લીલા કલરના કપડાં પહેરવા ફાયદાકારક રહેશે. જો તમારા ભાઈની રાશિ મિથુન હોય તો તેને સમાન રંગની રાખડી બાંધી દો તેનાથી બંને વચ્ચે પ્રેમ વધશે.

કર્ક :

રક્ષાબંધનના દિવસે કર્ક રાશિના જાતકોએ દુધિયા સફેદ કપડાં પહેરવા જોઈએ અને સમાન રંગની રાખડી બાંધવી જોઈએ જેથી ભાઈને સુખ અને સમૃદ્ધિ મળી શકે.

સિંહ :

સિહ રાશિના જાતકોએ રક્ષાબંધન ઉપર નારંગી રંગના કપડા પહેરવા જોઈએ અને આ રંગની રાખડી પણ બાંધવી જોઇએ જેનાથી ભાઈ-બહેનના સંબંધો વધુ મજબૂત બનશે.

કન્યા :

કન્યા રાશિના જાતકોએ રક્ષાબંધન ઉપર પિસ્તા લીલા વસ્ત્રો પહેરવા જોઇએ અને ભાઈને પણ આજ રંગની રાખડી બાંધવી જોઈએ.

તુલા :

તુલા રાશિના જાતકોએ તેજસ્વી વાદળી કલરના કપડાં પહેરવા જોઈએ અને ભાઈને વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ આનાથી ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ વધશે.

વૃશ્ચિક :

રક્ષાબંધન ઉપર વૃષીક રાશિના જાતકોએ લાલ રંગના કપડા પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને લાલ રંગની રાખડી બાંધવી જોઈએ જેથી સંબંધો વધુ નિકટ આવી શકે.

ધન :

ધન રાશિના લોકોએ રક્ષાબંધન ઉપર કેસરી કપડાં પહેરવા જોઈએ અને કેસરી રંગની રાખડી બાંધવી જોઈએ આનાથી ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ વધશે.

મકર :

મકર રાશિના જાતકોએ વાદળી અથવા કાળા રંગના કપડા પહેરવા જોઇએ અને આ દિવસે વાદળી રંગની રાખડી ભાઈને બાંધવી જોઈએ.

કુંભ :

કુંભ રાશિના જાતકોએ વાદળી વસ્ત્રો પહેરવા જોઇએ અને ભાઈને પણ વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ જે ખૂબ શુભ રહેશે.

મીન :

મીન રાશિના જાતકોએ રક્ષાબંધન ઉપર હળદરના રંગના કપડા પહેરવા જોઈએ અને આવા જ રંગની રાખડી બાંધવી જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.