દરિયો બન્યો ગાન્ડોતુર : હવામાન વિભાગની જોરદાર આગાહી, પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ

પ્રિ-મોન્સૂન ગતિવિધિઓને કારણે અમરેલીના પીપાવાવ જાફરાબાદનો દરિયો તોફાને ચડ્યો છે.

દરિયામાં ભારે પવન ફૂંકાતા બે મીટર ઊંચા મોજાં ઊછળ્યાં હતાં જેને કારણે નાની બોટોને પરિવહનમાં હાલાકી પડી હતી.

આ ઉપરાંત શિયાળબેટ તરફ જતા લોકો જોખમી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા હતા તો બીજી તરફ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયું છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે પંદર કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી હતી.

અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પ્રારંભ થઈ ગયો છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 29 અને 30 મેના રોજ રાજ્યમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે.

આ ઉપરાંત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે અને 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

3 જુલાઈ ના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડે તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.