સરપંચ બન્યા બાદ બન્યું ન બનવાનું, થયું કઈક આવું, જુઓ વિડીયો | ગુજરાત સમાચાર | Gujarati News

રાજકોટ પાસે આવેલા મોટા મવા ગામમાં 12 વર્ષ પહેલા સરપંચ મયુર શિંગાળાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

આ હત્યા કેસનો નિર્ણય 12 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.

રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા છ દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને આ તમામ દોષિતો એક જ પરિવારના છે.

મોટા મોવા ગામમાં 18 નવેમ્બર 2009ના રોજ સરપંચ મયુરભાઈ શિંગાળાની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના પાછળનું મુખ્ય કારણ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીની માથાકૂટમાં આ હત્યા કરવામાં આવી હતી કેમકે મયુરભાઈ શિંગાળાની સામે ઊભા રહેનાર ઉમેદવાર ગાંડુંભાઇ વકાતર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાની હારને પચાવી શક્યા નહીં.

પોતાની હારનો બદલો લેવા માટે વકાતર એ હત્યાનું કાવતરું રચ્યું અને પોતાના ઘરે પાણી નથી આવતું એમ કહીને સરપંચ મયુર શિંગાળાને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા.

જેવા મયુર સિંગાળા તેના ઘર પાસે પહોંચ્યા કે તરત જ ગાંડુ વકાતર તેની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓએ તીક્ષ્ણ હથિયારોથી મયુર શિંગાળા ઉપર હુમલો કર્યો અને સર્વે જાહેર તેની હત્યા કરી નાખી.

આ કેસમાં કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં એકનું જેલમાં જ મૃત્યુ થયું તો બેને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મુક્યા હતા.

જ્યારે ગાડું વકાતર તેની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને હાલમાં તમામ દોષિતો જેલની અંદર સડી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.