સુરતમાં બસ સળગવાના મામલે આવ્યો નવો વળાંક, કમ્પ્રેસર ફાટવાની વાત ખોટી : મૃતક યુવતીના પતિએ કર્યો ખુલાસો

મિત્રો સુરતમાં રાજધાની બસ સળગવા મામલે એક મોટો નવો વળાંક આવ્યો છે.

આ દુર્ઘટનામાં મૃતક મહિલાના પતિએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ સમગ્ર ઘટના અંગે મૃતક મહિલાના પતિએ કહ્યુ કે બસ નોન-એસી હતી. એસી કમ્પ્રેસર ફાટવાની વાત તદ્દન ખોટી છે.

તેમણે જણાવ્યું કે બસમાં સેનીટાઇઝરનો વિપુલ પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હતો.

આ યુગલ ગોવા થી ભાવનગર પરત ફરી રહ્યું હતું ત્યારે આ ઘટનાનો ભોગ બન્યું હતું.

આ બસમાં વિશાલ અને તેની પત્ની તાન્યા હાજર હતા.

વિશાલે કહ્યું કે રાજધાની બસમાં મોટાભાગે પાર્સલ રાખેલા હતા જેમાં સેનીટાઇઝરનો જથ્થો વિપુલ પ્રમાણમાં હતો.

વિશાલે ખાનગી હોસ્પિટલમાંથી આ બસ અંગેનો ખુલાસો કરતાં સમગ્ર બનાવ અંગે એક નવો વળાંક આવ્યો છે.

આ સમગ્ર ઘટના અંગે જણાવતાં તેમણે કહ્યું કે જ્યારે કંડકટર ડ્રાઈવરને જોરથી બૂમો પાડીને ગાડી ઉભી રાખવા માટે કહ્યું અને મોટે મોટેથી બૂમો પાડીને કહેવા લાગ્યો કે પાછળથી ધુમાડા નીકળે છે ગાડી ઊભી રાખો ત્યારે મેં દરવાજો ખોલીને જોયું તો ખરેખર ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો.

મે મારી વાઇફને કહ્યું કે અહીંયાથી નહીં નીકળી શકાય એટલા માટે આપણે પેલી તરફ જઈએ અને આપણે કૂદીને બહાર નીકળીશું.

ત્યારબાદ મેં બારીમાંથી કૂદકો માર્યો અને કૂદકો મારીને હું સીધો જ દરવાજા આગળ ગયો જેથી હું અંદરના લોકો અને મારી પત્નીને બહાર લાવી શકું પરંતુ આગ એટલી વિકરાળ હતી કે શક્ય ન બન્યું.

આ ઉપરાંત તેમણે કહ્યું કે બસ એસી ન હતી, હું સંપૂર્ણપણે ખાતરી સાથે કહું છું કે બસ નોન એસી જ હતી.

ત્યારબાદ હું સીધો જ બારી પાસે ગયો અને મારી વાઇફને બૂમો પાડી કે તુ આ તરફ આવી જા ક્યાંય નીકળાય તેવું નથી.

હું તેને હાથ લંબાવીને લેવા જઈ રહ્યો હતો એટલામાં આગે વધુ ભયંકર રૂપ લઈ લીધું અને ટાયર ફાટીને સીધું જ મારા મોઢા પર આવ્યું ત્યારબાદ મને 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો.

ગાડીની પાછળની બાજુએ મેડિકલ સામગ્રી તેમજ સેનીટાઇઝરનો વિપુલ પ્રમાણમાં જતો હતો જેથી આ આગે વધુ ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું.

આ ઘટના અંગે પ્રાથમિક માહિતી અનુસાર આ બસ સુરત થી ભાવનગર જઇ રહી હતી અને આ દરમિયાન બસમાં એસીનું કમ્પ્રેસર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ આરટીઓની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

જે મુજબ બસ નોન એસી હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ આ બસમાં બેઠેલા મૃતક મહિલાના પતિએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે બસમાં ખૂબ જ પ્રમાણમાં સેનીટાઈઝરનો જથ્થો હતો અને બનવા કાલે આગ લાગતાં સેનેટાઈઝરને કારણે વધુ ફેલાઈ ગઈ હોવાનો દાવો કર્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.