સરકારની દિવાળી ભેટ : કુટુંબ દીઠ મળશે એક એકર જમીન

દેશમાં ઘણા બધા એવા ખેડૂતો છે જે ખેડૂત હોવા છતાં તેમની પાસે જમીન નથી.

રાજસ્થાન સરકારે દિવાળી ઉપર ભૂમિહીન ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરી છે. “પ્રશાસન ગાવ સંગ” અભિયાન હેઠળ સરકારે એવા લોકોને જમીન આપવાનું શરૂ કર્યું છે કે જેમની પાસે ખેતર નથી.

જે ખેડૂત મિત્રો પાસે ખેતી માટે જમીન નથી તેને સરકાર જમીન આપશે અને આવા લોકોના નામ રેવન્યુ રેકોર્ડમાં પણ નોંધાવવામાં આવશે.

સરકારે 2363 ભૂમિહીન ખેડૂતોને 480 હેક્ટર ખેતીલાયક જમીન ફાળવી છે જેથી આવા પરિવારો ખેતી દ્વારા ટકી શકે.

સરકારનું આ અભિયાન ખેડૂતો માટે આશાનું કિરણ બની ગયું છે કે જેમની પાસે ખેતી માટે જમીન નથી.

સ્વામિનાથન પંચે જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાની ભલામણ કરી છે પરંતુ નવાઇની વાત એ છે કે સરકાર પાસે આવા કોઈ ડેટા નથી કે જેમની પાસે જમીન ના હોય.

હાલમાં અશોક ગેહલોત સરકારે આ અભિયાનની શરૂઆત કરી છે અને અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી દાખલો સ્થાપિત કર્યો છે.

સરકાર પાસે જમીનવિહોણા ખેડૂતોની કોઈ માહિતી નથી. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ભૂમિ ખેડૂતોનો કોઈ પ્રકારનો સર્વે કરવામાં નથી આવ્યો જેના કારણે આવા ખેડૂતો માટે કોઈ રાષ્ટ્રીયનીતિ બનાવવામાં નથી આવી.

તેમણે એમ પણ જણાવ્યું કે દેશના લાખો ભૂમિહીન ખેડૂતો ખેતી કરવા માટે જમીન ભાડે રાખે છે અને ખેતી કરે છે પરંતુ ભાડાને કારણે તેમની ખેતી મોંઘી બની જાય છે.

પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથનની અધ્યક્ષતામાં નેશનલ કમિશન ઓન ફાર્મસે ભલામણ કરી હતી કે ભૂમિ અને ખેડૂત પરિવારોને કુટુંબ દીઠ ઓછામાં ઓછી એક એકર જમીન આપવી જોઈએ.

મિત્રો તમને જણાવી દઈએ કે જમીન અને તેનું સંચાલન રાજ્યના વૈધાનિક અને વહીવટી અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે આમાં કેન્દ્ર સરકારની ભૂમિકા માત્ર સલાહકાર જેવી જ હોય છે.

એટલે રાજ્ય સરકારને જ આ પ્રકારના અભિયાન ચલાવીને જરૂરી ગરીબોને જમીનનું વિતરણ કરવાનું હોય છે પરંતુ ગરીબો માટે રાજ્ય સરકાર આ પ્રકારના નિર્ણયો લેતી નથી.

પરંતુ રાજસ્થાનની સરકારે આ પ્રકારની પહેલ કરીને અન્ય રાજ્યોને પણ દાખલો પૂરો પાડ્યો છે કે તમે પણ તમારા રાજ્યના જમીનહીન ખેડૂતો છે તેને ખેતી માટે જમીન આપો.

નોંધ : આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.