નવરાત્રિમાં રમઝટ થશે કે વરસાદ ધોઇ નાખશે? અંબાલાલ પટેલની મોટી આગાહી

મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકયો છે.જેને કારણે નદી, નાળા, ડેમો વગેરે ફુલ થઇ ગયા હતા.

બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે જો કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

મિત્રો આ તરફ રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપતા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેના માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે પરંતુ શું નવરાત્રીમાં વરસાદ પડશે? નવરાત્રી ની રમઝટ થશે કે બધું વરસાદ ધોઇ નાખશે? તેના વિશે હવામાન વિભાગે માહિતી આપી છે.

6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે જેને કારણે નવરાત્રિમાં વરસાદનો કોઇ ખતરો રહેશે નહીં અને નવરાત્રી દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત દેખાતા નથી.

રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે આ વર્ષે ગુજરાતમાં બે ટકા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 ટકા વધારે વરસાદ નોંધાયો છે.

મિત્રો આ વખતે નવરાત્રિમાં મુખ્યમંત્રી દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તે પ્રમાણે જ ગરબા રમાશે. આ નિયમ પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રી કર્ફ્યું હટાવવામાં આવશે. શેરી ગરબામાં 400 માણસોની છુટ આપવામાં આવી છે અને પાર્ટી પ્લોટ અને ક્લબમાં નવરાત્રિ ઉજવાશે નહીં.

આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભા થવાની શક્યતા રહેશે. આગામી 8 અને 9 ઓક્ટોબરે સમુદ્રમાં હવાના હળવા દબાણ ઉત્પન થવાની શક્યતા રહેશે. આ સાથે દરિયાકિનારે પવનની ઝડપ વધશે અને 15 તારીખની આજુબાજુ કોઈ ભાગમાં હળવા ઝાપટા પડવાની પણ શક્યતા છે.

હવે આ પ્રકારનું પાછોતરું માવઠું થશે તો પાકને નુકસાન થવાની પણ શક્યતા સેવાઇ રહી છે. સાથે સાથે હવામાન વિભાગે 20 અને 21 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.