આ વિસ્તારોમાં માવઠાનું મોટું તોફાન ત્રાટકવા જઈ રહ્યું છે : જુઓ હવામાન વિભાગની આગાહી, ખેડૂતોને માથે મહાસંકટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ તોફાની પવન સાથે વરસાદ થઈ રહ્યો છે.

આગામી બેથી ત્રણ દિવસની અંદર કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડશે.

હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી આપવામાં આવી છે કે આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે તેમ જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે શક્યતા છે પરંતુ ભેજવાળો પવન દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈને ઉત્તર ગુજરાત તરફ જઈ રહ્યો છે.

એટલા માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ત્રણ વિભાગોમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

આપણે જાણીએ છીએ કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે એટલા માટે જો માવઠું થશે તો પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે જેના પગલે નીચાણવાળા મકાનો તેમજ કાચા મકાનોના લોકોને પુરતી તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ખેડા, આનંદ, પંચમહાલ, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર, પાટણ વગેરે જિલ્લાઓમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આ ઉપરાંત આ વરસાદી માહોલમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ જો વરસાદ પડે તો કંઈ નવાઈ ગણી શકાય નહીં.

હાલમાં ઉનાળાનો બળબળતો તાપ પડી રહ્યો છે પરંતુ વાતાવરણમાં પલટો આવવાની સાથે ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.