કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની મોટી આગાહી : આ તારીખે વાતાવરણમાં આવશે પલટો

મિત્રો રાજ્યમાં આપણે જાણીએ છીએ કે કાળઝાળ ગરમી હાલમાં પડી રહી છે. ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પવન સાથે મોટો પલટો આપી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 20 અને 21 એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ બે દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સારી થશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સારો રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે એપ્રિલ મહિનાથી જ વાતાવરણમાં પલટો આવશે જે 17 મે સુધી ચાલશે અને પ્રિ મોન્સુન પ્રક્રિયા વહેલી શરૂ થઈ જશે.

ગુજરાતમાં ચોમાસુ વહેલું શરૃ થઈ જશે અને 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને હાશકારો થયો છે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાઓ અને પવનની દિશા ઉપરથી પણ વરસાદ અને ગરમી નો વરતારો કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે જ્વાળાઓ આ વખતે વાયવ્ય દિશા બાજુ દેખાય છે જેથી ચોમાસાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

આ ઉપરાંત વર્ષ દરમિયાન આંધીઓનું પ્રમાણ વધશે અને સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી પણ શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે તેના પણ એંધાણો આપવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે 20 એપ્રિલ પછી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે. 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46-47 ડિગ્રી સુધી પહોંચી છે અને આ પ્રકારની વધારે ગરમીને કારણે વરસાદ પણ ભારે પડશે સાથે આંધી અને તોફાનો પણ આવશે.

હવામાન વિભાગની ખાનગી કંપની સ્કાયમેટે એક ખુશીના સમાચાર આપ્યા હતા. સ્કાયમેટની આગાહી પ્રમાણે વર્ષ 2022 નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે ચાર મહિનામાં 98 ટકા વરસાદ પડવાની શક્યતા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.