દે ધનાધન : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી : આટલાં દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે

મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે સાથે અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે ૧લી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.

આ ઉપરાંત બીજી સપ્ટેમ્બરના રોજ પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ બીજી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ૬ સપ્ટેમ્બરથી લઈને ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 સપ્ટેમ્બર અને ૧૪ સપ્ટેમ્બરે પણ વરસાદી વાતાવરણની સંભાવના જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની અંદર એક થી લઈને બે ઇંચ જેટલો વરસાદ પડશે તેવું હવામાન શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

હાલમાં ગુજરાતની અંદર વરસાદનો જ માહોલ જામ્યો છે તેને લઇને ગુજરાતના લોકો અને ખાસ કરીને ખેડૂતોના માથેથી ચિંતાના વાદળો દૂર થયા છે અને લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.

આ સાથે ગુજરાતના હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

હાલમાં બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સારો એવો વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.