શું વરસાદ નવરાત્રી બગાડશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મિત્રો નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે રાજ્યમાં હવામાનમાં પલટો આવવાની પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં છુટો-છવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે રાજ્યના દક્ષિણ ભાગમાં, સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં વરસાદની શક્યતા છે પરંતુ જો આ વરસાદ રાતના સમયે આવશે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવ માં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે આ સિવાય રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની કોઇ શક્યતા જોવા મળતી નથી.

આ સાથે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેશે. ખાસ કરીને રવિવાર સુધી વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે સાથે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મિત્રો સરકાર દ્વારા આ વર્ષે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે જેમાં સરકારની ગાઈડલાઈન્સનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે અને જો પાલન કરવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભવિષ્યમાં આવતા વાર તહેવારોની ઉજવણી સારી રીતના કરી શકાય તે માટે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.