આજે ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ : બારે મેઘ ખાંગા થવાની આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે આજે સવારથી જ અમદાવાદમાં બોપલ, ઘુમા, એસ.જી.હાઈવે, વસ્ત્રાલ, જશોદા નગર, નારોલ, નિકોલ વગેરે સ્થળોએ વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા.

હાલમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ઓફસોર ટ્રફ સક્રિય થયું છે જેને કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીત અનેક વિસ્તારોમાં સારા વરસાદ આગાહી કરવામાં આવી છે.

જયારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થઇ શકે છે.

કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ, માંડવી, નખત્રાણા, મુદ્રા સહિતના વિસ્તારમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા માં વરસાદ વરસશે.

આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે 5 જુલાઇના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે.

5 જુલાઇએ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ખાબકશે. આ ઉપરાંત નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 જુલાઈના રોજ નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.