સાવધાન / આજથી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

મિત્રો હાલના દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજથી 1 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જેને કારણે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે.

પહેલી જુલાઈ સુધીમાં રાજ્યમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે જેને કારણે અમરેલી જિલ્લાના દરિયાકાંઠાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જુલાઈ મહિનાની શરૂઆતમાં અને 15 થી 20 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં 5 જુલાઈ સુધીમાં સાર્વત્રિક મેઘરાજાની મહેર થઇ જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ આવી શકે છે.

આ ઉપરાંત 29 અને 30 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો 29મી જુને સુરત, નવસારી, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.