ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે : હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે.
અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે અને આ માવઠા બાદ ઠંડીમાં પણ વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાક અને વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાનો ભય છે.
આ ઉપરાંત ખેડૂતોએ પોતાના તૈયાર પાક એટલે કે ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાલપત્રી ઢાંકીને રાખવો.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી હોવાથી થોડા દિવસ ખેતપેદાશ વેચવાનું ટાળવું જોઈએ.
આ ઉપરાંત હવામાન નિષ્ણાતો પટેલે પણ આગાહી કરી છે કે આગામી 5 થી 11 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે.
અને તેના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે અને માવઠું થવાની શક્યતા પણ ઊભી થશે.
ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્ર કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.
હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.