આગામી 24 કલાક ગુજરાતમાં અહીં ભારે વરસાદની આગાહી : જાણો ક્યા ક્યા થશે મેઘમહેર

મિત્રો સૌરાષ્ટ્રમાં થોડા દિવસ પહેલાં જ ખૂબ જ ભારે વરસાદ પડયો હતો જેને લીધે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનને કારણે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે તેમ છતાં હજુ પણ રાજ્યમાં વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે.

સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી રાજ્યમાં મેઘરાજાની મહેર જોવા મળશે અને ખાસ કરીને 25 સપ્ટેમ્બર પછી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

મિત્રો ગુજરાતમાં સતત વરસતા વરસાદને કારણે વરસાદની ઘટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં ફક્ત 17 ટકા વરસાદની ઘટ છે. રાજ્યના 53 ડેમ ઓવરફલો થઇ ચૂક્યા છે જ્યારે 49 ડેમ તો માત્ર સૌરાષ્ટ્રના છે અને ગુજરાત રાજ્યના 79 ડેમ હાઇએલર્ટ પર છે તો 12 ડેમ એલર્ટ પર છે.