ભુક્કા બોલાવતો ભાદરવો : ગુજરાત માથે આ બે દિવસ ભારે, પાંચ દિવસ વરસાદની આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સારો એવો વરસાદ ગુજરાતનાં ગામડાંઓમાં અને શહેરમાં પડ્યો છે.

આજથી એક અઠવાડિયા પહેલા પણ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને જુનાગઢ, રાજકોટ, જામનગર જિલ્લામાં તબાહી મચાવી હતી ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ૨૬ સપ્ટેંબરથી ૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને ૨૮ અને ૩૦ સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ ભુકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે જેની જાણ તંત્રને અને લોકોને કરી દેવામાં આવી છે.

મિત્રો સૌરાષ્ટ્રમાં આજથી ૧૦ દિવસ પહેલા પણ વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી સૌરાષ્ટ્રમાં તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ સાથે જ મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

મિત્રો છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એટલે કે ભાદરવો બેસતાં જ મેઘરાજાએ ભુકા બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે ફરીથી હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને કારણે સૌરાષ્ટ્રના લોકોની અંદર ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.