ગુજરાતમાં વરસાદ લઈને હવામાન વિભાગની મોટી આગાહી : જુઓ કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

મિત્રો, ગુજરાત રાજ્યમાં ફરીથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલમાં ચોમાસુ સુરત અને ગોવા વચ્ચેથી પસાર થઈ રહ્યું છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં 15 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આજે અને 14મી જુને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, દ્વારકા અને રાજકોટમાં પણ હળવો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષીણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થઇ ગયું છે. મુંબઈના દરિયામાં રાત્રે ઉંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કાંઠે ચક્રવાતી પવન ફૂંકાવાને કારણે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી છે.

*** જુઓ સંપૂર્ણ વિડીયો ***