ગુજરાતમાં નવરાત્રિના રંગમાં પડશે ભંગ, આગામી બે-ત્રણ દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

મિત્રો રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે અને ખેલૈયાઓ મન મૂકીને રમઝટ બોલાવી રહ્યા છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બેથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરાતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે કેમ કે વરસાદ ગરબાની મજા બગાડે તેવું લાગી રહ્યું છે એટલે કે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે.

હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ હવામાં રહેલા ભેજને કારણે નવરાત્રિ દરમિયાન વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.

અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે એના કારણે ગરબારસિકોની અંદર એક ચિંતાનો માહોલ ઉભો થયો છે કે શુ વરસાદ ફરીથી રંગમાં ભંગ પાડશે કે શું?

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ વગેરેની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે ભાદરવા મહિનાની અંદર વરસાદે ભુક્કા બોલાવી દીધા હતા ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે મેઘરાજાને હવે વિદાય લેવી ગમતી નથી તેમ આસો મહિનામાં પણ મેઘરાજા મહેરબાન થાય તેવું લાગી રહ્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.