ભાદરવામાં વરસાદને લઈને હવામાન વિભાગના સંકેતો | ધોધમાર વરસાદની આગાહી

મિત્રો ઘણા લાંબા સમયથી મેઘરાજા રાહ જોવડાવી રહ્યા હતા પરંતુ ભાદરવો મહિનો બેસતા જ મેઘરાજાની સવારી ગુજરાત પર આવી ચૂકી છે અને સિસ્ટમ સક્રિય થતાં જ હવામાન ખાતા દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજ્યમાં કયા કયા વિસ્તારની અંદર સારો વરસાદ પડવાનો છે.

મિત્રો મંગળવારથી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં હળવાથી ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો હવે આપણે જોઈએ કે કયા-કયા વારે, કયા-કયા જિલ્લામાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

મંગળવાર : નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, દાહોદ, આણંદ અને ખેડામાં ભારે વરસાદ પડશે.

બુધવાર : જૂનાગઢ, ભાવનગર, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, દીવ, ગીર સોમનાથ, અમરેલી, દાદરા નગર હવેલી દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી છે આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડશે.

ગુરૂવાર : વડોદરા, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, નર્મદા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની શક્યતા છે તો અરવલ્લી, મહીસાગર, નવસારી, મોરબી, વલસાડ, રાજકોટ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

શુક્રવાર : ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમા ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે.

તો મિત્રો આવી રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભાદરવા મહિનાની શરૂઆતથી જ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની ઉપર વરસવાનો છે જે વરસાદની રાહ ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે. વરસાદી સિસ્ટમ જોતા એવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતમા સાર્વત્રિક વરસાદ વરસવાનો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.