નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

મિત્રો ગુજરાતમાં ભાદરવા મહિનામાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર આપવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું છે કે નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સમાચારથી ગરબાના શોખીનો ચિંતામાં મુકાઈ ગયા છે.

ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળશે.

23 સપ્ટેમ્બર પછી વરસાદી માહોલ રહેશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં છ ઇંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

આપણે જાણીએ છીએ કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી શરૂ થઈ જશે અને આ વર્ષે ચોમાસુ પણ મોડું બેઠેલું છે જેને કારણે ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાય તેવી શક્યતા રહેલી છે જેથી એવું લાગી રહ્યું છે કે આ વર્ષે નવરાત્રીના નોરતામાં વરસાદ વરસી શકે છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદ વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે.

ગીર સોમનાથ, અમરેલી-ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.