10, 11 અને 12 તારીખે કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાશે !!

મિત્રો ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર હોઈ શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે.

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 10 તારીખે અમદાવાદ સહિત આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસશે.

11 જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદ પડશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદમાં પણ વરસાદ વરસશે.

12 જુને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદમાં વરસાદ પડશે તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગાહીના સમયમાં વરસાદની સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે કે જ્યાં વરસાદ વરસવાનો છે તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે.

આજથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે એટલે કે હવે સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે વરસાદી માહોલ જોવા મળશે જે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર કહેવાય.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.