ગુલાબ વાવાઝોડું ભુક્કા બોલાવશે, ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર : સાવધાન

મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું ગુલાબ વાવાઝોડુ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કિનારાને પાર કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ જમીન પર આવીને નબળું પડ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં તે વધુ નબળું બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે પરંતુ આ વાવાઝોડાને કારણે ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ અને બીજા અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગુલાબ વાવાઝોડું હવે બંગાળની ખાડીની બહાર નીકળી આગળ વધી રહ્યું છે અને તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ગુજરાત પહોંચી જશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડી શકે છે.

મિત્રો ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યના હવામાન વિભાગે આજે રાજકોટ, મોરબી, બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, જુનાગઢ અને પોરબંદરમાં વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત કચ્છ, જામનગર, દ્વારકા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને બનાસકાંઠામાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.

29 સપ્ટેમ્બરે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, નર્મદા, ડાંગ, તાપી, નવસારી સહિત અનેક જિલ્લાઓમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી છે અને પહેલી ઓકટોબરે સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ દાદરા નગર હવેલી સાથે જ સુરત, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડાની અસરને કારણે ગઈ કાલે રાજ્યના 181 તાલુકામાં વરસાદ થવાથી જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું હતું અને સાર્વત્રિક વરસાદને કારણે અનેક જળાશયો અને ચેકડેમોમાં નવાં નીરની આવક થઇ હતી અને છલકાયા હતા.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.