ટીટોડીના ઇંડા ઉપરથી વરસાદનો વરતારો, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ?

મિત્રો પ્રાચીન વખતથી વરસાદની આગાહી ઘણી પ્રકારે કરવામાં આવી રહી છે જેમાં એક રીત છે ટીટોડીના ઇંડા.

ટીટોડી કેટલા અને કયા ઈંડા મૂકે છે તેના ઉપરથી વરસાદનો વર્તારો કરવામાં આવતો હોય છે.

મિત્રો આ વર્ષે ટીટોડીએ એક ખેતરમાં ચાર ઈંડા મૂક્યા છે તો આના ઉપરથી પ્રાચીન વિદ્યા મુજબ કેવો વરસાદ રહેશે તેનો વરતારો આપણા પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે.

આ વરતારાઓ 99% સાચા પડતા હોય છે, મિત્રો આજે આપણે જાણીશું કે ટીટોડી ક્યાં ક્યાં ઈંડા મૂકે છે અને તેના આધારે કેવો વરતારો કરવામાં આવતો હોય છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલની નવી ટેકનોલોજી પ્રમાણે સેટેલાઈટની મદદથી ચોમાસામાં કેવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવતી હોય છે.

મહેસાણાના કમલપુર ગામે એક ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે જેને જોઈને ખેડૂતોને આશા છે કે આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે.

પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ નહોતો થયો વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અને અભ્યાસને આધારે કરતા હતા.

જેમાં ખાસ કરીને ફળ, ફૂલ, ઝાડ ઉપર કેરી ક્યારે આવે છે, ફૂલ ક્યારે આવે છે, કઈ દિશામાં પવન છે, કેટલો તડકો છે તેના આધારે આગાહી કરતા હતા જે સો ટકા સાબિત સાચી સાબિત થતી હતી.

મિત્રો જૂની પ્રથા પ્રમાણે…

જો ટીટોડી નામનું પક્ષી 4 અથવા તેનાથી વધારે ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે છે.

જો ટીટોડી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો વ્યાપક અને ધોધમાર વરસાદ વરસે છે.

ઈંડા વૈશાખ મહિનાના અંતમાં જો મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય છે.

આ પ્રકારની માન્યતા વર્ષોથી પ્રચલિત છે જેના આધારે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે પાટણના રાધનપુર તાલુકાના કમાલપુર ગામ રાજુ ચૌધરીના એક ખેતરમાં ટીટોડી એ ચાર ઈંડા મુકતા લોકો એવો વરતારો કરે છે આ વર્ષે ચાર મહિના સુધી વરસાદ સારો પડશે.

આ પ્રકારે ટીટોડીના ઇંડા ઉપરથી આપણા પૂર્વજો વર્ષોથી વરસાદનો વરતારો કરતા આવ્યા છે અને આ વર્ષે પણ ટીટોડી ચાર ઈંડા મુક્યા છે તેથી ચોમાસું આ વખતે વહેલું બેસશે અને ચાર મહિના સુધી સારો વરસાદ પડશે.

મિત્રો આના વિષે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ માહિતી ને બધા લોકો સુધી શેર કરજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.