હવામાન વિભાગની ભયંકર આગાહી : આગામી ચાર-પાંચ દિવસ પડશે ધોધમાર વરસાદ

એક તરફ શિયાળો બેસી ગયો છે અને ઠંડીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે વરસાદ લોકોનો પીછો છોડવાનું નામ જ નથી લેતો એટલે થોડા થોડા દિવસે વરસાદ આવ્યા જ રાખે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડશે.

ઉપરાંત ઘણા બધા વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે.

આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ અસરને કારણે હિમાલયના વિસ્તારોમાં 14 મી ડિસેમ્બરે વરસાદ જોવા મળશે ઉપરાંત હિમ વર્ષા પણ થઈ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જમ્મુ-કાશ્મીર, લદાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન, મુજફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં 14, 15 અને 16 ડિસેમ્બરે વરસાદ જોવા મળશે.

આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ભારતમાં પણ વરસાદનો પ્રકોપ જોવા મળી શકે છે.

આંધ્રપ્રદેશ, રાયલસીમા, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.