ગુજરાતવાસીઓ તૈયાર રહેજો : ફરી મેઘસવારી આવી રહી છે

મિત્રો આપણે જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા સારો એવો વરસાદ થયો પણ છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર નબળું પડી ગયું છે.

ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે કે આવતા સપ્તાહમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. તેઓએ જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડીમાં સોમવારે એક નવું લો પ્રેસર સર્જાવાની શક્યતા છે અને આ લો પ્રેશરના કારણે આગામી તારીખ 7 સપ્ટેમ્બર થી લઈને 13 સપ્ટેમ્બરના ગાળામાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારો એવો વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થનાર આ લો પ્રેશર મધ્યપ્રદેશ તરફ ગતિ કરવાનું છે અને શરૂઆતમાં અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર તથા લો પ્રેશર સિસ્ટમ સુધી સ્ફીયર ઝોન સર્જશે.

મિત્રો જ્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર કેન્દ્રિત થશે ત્યારે અરબી સમુદ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત પર એક મોટુ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ ઉત્પન્ન થશે અને આના પ્રભાવ હેઠળ સાર્વત્રિક વરસાદની સંભાવના ઊભી થશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.