સાર્વત્રિક વરસાદની આગાહી : આ તારીખથી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ શરૂ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસુ ચાલી રહ્યું છે પરંતુ ચોમાસામાં જોઈએ એટલો વરસાદ પડ્યો નથી જેના કારણે ખેડૂતો અને અન્ય વર્ગ ખૂબ જ પરેશાન છે. ખેડૂતોનો ઊભો પાક જો વરસાદ નહીં પડે તો નિષ્ફળ જવાને આરે છે ત્યારે હાલમાં વરસાદની ખૂબ જ જરૂર છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે રાજ્યમાં ઘણા વિસ્તારોની અંદર છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે પરંતુ જોઈએ એવો વરસાદ પડતો નથી. ઘણી જગ્યાઓ પર મંડાણ પણ થાય છે, ઘનઘોર વાદળો પણ બંધાય છે પરંતુ થોડો વરસાદ વરસી પછી બંધ થઈ જાય છે. મિત્રો જેને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતો પણ ખૂબ જ ચિંતિત છે પણ હવે આ બધા લોકોએ વધારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે જે વરસાદ આવવાનો છે તે ગુજરાતમાં ભુક્કા કાઢવાનો છે એટલે કે મેઘરાજા તોફાની બેટિંગ કરવાનાં છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના પ્રખ્યાત એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા એક મોટી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદ થવાનો છે. તેમણે જણાવ્યું છે કે આગામી 6 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ એક શિયર ઝોન સમુદ્ર થી લઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી લઈને લો પ્રેશર સિસ્ટમ સુધી બનવાનું છે અને આ લો પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે અને મધ્યપ્રદેશ ઉપર આવીને ત્યાં મોટું એક સર્ક્યુલેશન બનવાનું છે જે છેક અરબી સમુદ્રથી લઈને ગુજરાત સુધી છવાશે.

તો મિત્રો આવી રીતે નવી સિસ્ટમ બનવાની છે જેને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે જેની અસર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થશે. ગુજરાતમાં આ સિસ્ટમને કારણે 7 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બર સુધી ખૂબ જ સારો વરસાદ પડવાનો છે.

આવતા મંગળવારથી લઇને આખા અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક વરસાદ પડશે એવું અશોકભાઈ પટેલ દ્વારા જણાવાયું છે. મિત્રો આ વરસાદનો રાઉન્ડ ખૂબ જ મોટો છે અને સારો એવો વરસાદ લઈને આવી રહ્યો છે જે ખેડૂત મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.