અંબાલાલ પટેલની માવઠાને લઈને જોરદાર આગાહી, આ જિલ્લાઓ સાવધાન

મિત્રો આપણે જાણીએ છીએ કે આ વર્ષે ચોમાસુ એકદમ અલગ જ રહ્યું છે કેમ કે શરૂઆતમાં સારો વરસાદ થયો પછી વરસાદ સાવ જતો રહ્યો અને ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા હતા અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે ચોમાસાના અંતિમ ચરણમાં જળબંબાકાર કરી દીધું.

હાલમાં કારતક મહિનામાં જયારે ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વારંવાર હવાના હળવા દબાણ ઉત્પન્ન થતા હોવાથી ચક્રવાતો સક્રિય થતા રહે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે ભેજવાળા પવનને કારણે ભારે વરસાદની આગાહી છે.

7 અને 8 નવેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત 11 થી લઈને 16 નવેમ્બરની વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે જેમાં ખાસ કરીને પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ-ગાંધીનગરમાં માવઠાની શક્યતા રહેલી છે.

અરબી સમુદ્રમાં સક્રિય વેલમાર્ક લો-પ્રેશર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ લો પ્રેશરને કારણે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે.

આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ પણ જોવા મળશે.

મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ધન્યવાદ. જય જવાન જય કિસાન.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.