ભાદરવો ભુક્કા કાઢશે : ૧૯ તારીખથી ગુજરાતના આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ : અંબાલાલ પટેલ

મિત્રો આપણે જાણીએ છીએ કે ભાદરવો મહિનો બેસતા જ મેઘરાજા ભુક્કા બોલાવે છે અને ગુજરાત રાજ્યના મોટાભાગના નદી-નાળા અને ડેમો છલકાઈ ચૂક્યા છે અને ગુજરાતનો પાણીનો પ્રશ્ન પણ હલ થઇ ચૂક્યો છે ત્યારે હમણાં થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ હવેથી ફરી પાછો ગુજરાતમાં સારો વરસાદ થવાનો છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ૧૯મી સપ્ટેમ્બરથી લઈને ૨૪મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. તેમની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સુરેન્દ્રનગર, પંચમહાલ, કડી, બહુચરાજી સહિતના વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી છે.

મિત્રો રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર વગેરેમાં ૨૭ સપ્ટેમ્બરથી લઈને ૫ ઓક્ટોબર બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ લે ત્યાં સુધી વરસાદ પડતો રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ૧૯ થી લઈને ૨૧ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે અને રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વ્હાલા મિત્રો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૮૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે ૧૯ ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને તારીખ ૨૦ અને ૨૧ સપ્ટેમ્બરે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.