ગુજરાતમાં આ તારીખથી થશે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ : અંબાલાલ પટેલે કરી આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે ભાદરવા મહિનાથી ચોમાસું ફરી સક્રિય થયું છે અને આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ ખાબક્યો છે આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ મોન્સુન ટ્રફને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેસર સક્રીય થશે જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે. આ લો પ્રેશરને કારણે આગામી 12 તારીખ સુધી રાજ્યમાં સતત વરસાદ થશે.

આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે તેવી હવામાનખાતાએ આગાહી કરી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં થશે સારો વરસાદ :

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકમાં અને બોટાદ વિસ્તારમાં પણ સારો વરસાદ થશે. ઉત્તર ગુજરાતનાં આણંદમાં ભારે વરસાદ થશે જયારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો આવતા શનિવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેના કારણે આગામી 12 તારીખ સુધી સાર્વત્રિક વરસાદ થશે. આ ઉપરાંત સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના ડેમો છે તે પાણીથી ભરાઈ જશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ભારે વરસાદની સંભાવનાને કારણે NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.