ગુજરાત રાજ્યમાં ૧૯ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા જ સારો વરસાદ વરસી ચૂક્યો છે અને હવે થોડો વિરામ લીધો છે ત્યારે ફરીથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ૧૯મી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નું હવામાન વિભાગનું અનુમાન છે. મિત્રો આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

મિત્રો ફરી એકવાર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની શક્યતાઓ જોવા મળી રહી છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં ખાસ કરીને અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નડિયાદ, ખેડા, અમદાવાદ, સાણંદ, ગાંધીનગર જેવા વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તો બીજીતરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદ સુધીની હવામાન ખાતાની આગાહી છે.

મિત્રો હવામાન ખાતાની આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમકે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

મિત્રો વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ સુધી ૧૯ ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વરસાદનાં રાઉન્ડમાં વરસાદની ઘટ છે એ પૂરી થઈ જશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.