વરસાદ અને વાવાઝોડું બગાડશે દિવાળી? પવન સાથે ભારે તોફાન : અંબાલાલ પટેલની આગાહી

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે આ વખતનું ચોમાસુ ભયંકર સાબિત થયું છે એટલે કે જરૂર કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસાએ સમગ્ર દેશમાંથી વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે પવનવાહક યોગને કારણે વાવાઝોડાની શક્યતા વધુ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા વધારે છે. આગામી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આ પ્રકારના વાવાઝોડા જોવા મળશે.

હાલમાં પવનની દિશા ઉત્તર તરફથી પશ્ચિમ તરફની થઈ જતા શિયાળાનું ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે અને વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિશેષજ્ઞ અંબાલાલ  પટેલે અનુમાન કર્યું છે કે શિયાળો આવતા જ કેટલાક નક્ષત્રોમાં ફેરફાર થયો છે તેથી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં શિયાળાની સાથે સાથે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થશે અને કેટલાક ચક્રવાત પણ ફંટાય આવશે.

બંગાળની ખાડી અને અરબ સાગરમાં  પવનવાહક નક્ષત્રના યોગો હોવાથી વાવાઝોડા ફૂંકાવાની શક્યતા રહેલી છે ત્યારબાદ વારંવાર દરિયામાં પવન ચક્રવાત જન્મશે અને જો યોગ્ય દિશા પકડશે તો જે તે રાજ્યમાં ત્રાટકશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.

16 નવેમ્બર પછી દરિયામાં હળવા દબાણને કારણે જન્મેલા ચક્રવાતો જોર પકડશે અને 1 ડિસેમ્બર સુધી તોફાન, વાવાઝોડાનો માહોલ રહેશે જેની સૌથી વધારે અસર પશ્ચિમ અને દક્ષિણ દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળશે.

નવેમ્બર મહિનામાં જે ચક્રવાતો સમુદ્રમાં ઉદ્ભવે છે તેની અસર ગુજરાત તરફ વધારે રહેલી હોય છે અને મોટા ભાગના ચક્રવાતો ઓમાન અને પાકિસ્તાન તરફ ફંટાઈ જતા હોય છે.

આવી રીતે શિયાળામાં પણ કમોસમી વરસાદ અને આ પ્રકારના ચક્રવાતનો મારો સહન કરવો પડશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.