રાજ્યમાં વાવાઝોડું અને ભારે વરસાદ : હવામાન વિભાગની સૌથી મોટી આગાહી, લખી લેજો આ તારીખ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સત્તાવાર રીતે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીનો માહોલ વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા 22 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હળવા દબાણને કારણે આગામી 22 તારીખ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની માવઠાઓ આવે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠું પડી શકે છે.

જ્યારે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુમાન કર્યું છે કે શિયાળો આવતા જ કેટલાક નક્ષત્રમાં ફેરફાર થયો છે જેના કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં શિયાળાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થશે અને કેટલાક વાવાઝોડા પણ આવશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલીમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 22 નવેમ્બર સુધીમાં અમરેલી, રાજકોટ, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, જુનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, આણંદ, સુરત, વડોદરા, નવસારી, નર્મદા અને તાપી એમ 16 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.