રહસ્ય : આકાશમાંથી પડ્યા ફૂટબોલ આકારના રહસ્યમય ગોળા, સર્જાયુ ભારે કુતૂહલ

મિત્રો ગુજરાતના આણંદ જિલ્લામાં ફૂટબોલ આકારના ત્રણ રહસ્યમય ગોળાઓએ હલચલ મચાવી દીધી છે, ગ્રામજનોમાં આ પદાર્થને લઈને ભારે કુતૂહલ સર્જાયું છે અને કહી રહ્યા છે કે આ પદાર્થ ગામમાં ક્યાંથી આવ્યો?

આણંદ જિલ્લાના ત્રણ વિસ્તારોમાં આ ટુકડાઓ જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા પાસે આ પ્રકારના ટુકડા મળી આવતા હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ પદાર્થનો આકાર અને તેના ઉપર રહેલી માટી જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ પદાર્થ આકાશમાંથી પડ્યો હોય.

વધુ તપાસ માટે આ પદાર્થને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં રિપોર્ટ કરવા માટે મોકલવામાં આવ્યો છે.

ગામજનો દાવો કરી રહ્યા છે કે આ ટુકડો આકાશમાંથી આવ્યો છે અને પોલીસને આ અંગે શંકા છે પોલીસે આ અંગે ફોરેન્સિક ટીમે જાણ કરી છે અને જિલ્લા પોલીસ પણ તેના સ્થળે તપાસ કરી રહી છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ કાટમાળના આ ટુકડા આકાશમાંથી આવ્યા હતા અને સાંજે 4:45 મિનિટે ભાલેજ, ખંભોળજ અને રામપુરા વિસ્તારમાં પડ્યા હતા.

આ ત્રણેય વિસ્તારો એકબીજાથી 15 કિલોમીટરના અંતરે છે જેમાં પહેલો પાંચ કિલો વજનનો બ્લેક ધાતુનો ટુકડો ભાલામાં પડ્યો હતો અને આવા જ બીજા બે ટુકડા ખંભોળજ અને રામપુરામાં મળ્યા હતા.

આ ટુકડાઓને જોઈને ગામ લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ ટુકડાઓ જોયા અને તપાસ શરૂ કરી.

આણંદના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ધાતુનો દડો ઉપગ્રહનો કાટમાળ હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે પ્રથમ ટુકડો લગભગ 4:45 મિનિટે પડ્યો અને થોડી જ વારમાં બે બીજી જગ્યાએથી સમાન અહેવાલો આવ્યા જોકે તેમના તરફથી કોઇ જાનહાનિના અહેવાલ નથી.

આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે અમને ખાત્રી નથી કે આ અવકાશનો કાટમાળ છે કે નહીં પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ટુકડા આકાશમાંથી પડ્યા છે.

તેમણે જણાવ્યું કે ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમને બોલાવવામાં આવી છે, ફોરેન્સિક ટીમ આવીને તેની તપાસ કરશે.

હવે આ મામલે ફોરેન્સીક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ અધિકારીઓ પણ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ રહસ્યમય લાગતી આ વસ્તુઓ શું હોઈ શકે છે?

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.