પુષ્ય નક્ષત્ર : ક્યારે બેસશે? ક્યુ વાહન? અતિભારે વરસાદની સાથે જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કડાકા-ભડાકા વરસાદ પડ્યો છે અને ઘણા વિસ્તારોને ધોઈ નાખ્યા છે.

મિત્રો આ પુનર્વસુ નક્ષત્ર 20 જુલાઇના રોજ 10 વાગ્યે 50 મીનીટે પૂર્ણ થવાનું છે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્ર બેસવાનું છે. પુષ્યનક્ષત્ર બુધવારે સવારે 10:50 બેસશે અને તેનું વાહન શિયાળ છે.

મિત્રો પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્રની એક પ્રાચીન લોકવાયકા પણ ખૂબ જ પ્રચલિત છે:

પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા; વરસા તો વરસા, વાયલા તો વાયલા.

એવું કહેવામાં આવે છે કે પુનર્વસુ નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો પુષ્યનક્ષત્રમાં પણ ભારે વરસાદ પડતો હોય છે અને આપણે જાણીએ છીએ કે આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમા સાર્વત્રિક વરસાદ પડયો છે.

મોટાભાગના વિસ્તારોમાં વાવણી પણ થઇ ચૂકી છે અને કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં તો અતિભારે વરસાદ પડ્યો છે જેને કારણે હવે જે પુષ્યનક્ષત્ર બેસવાનું છે તેમાં પણ કડાકા-ભડાકા વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

પુષ્ય નક્ષત્રમાં વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ નક્ષત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને 22 તારીખ પછી ફરીથી વરસાદનું જોર વધવાનું છે પરંતુ ત્યાં સુધીમાં ઘણા છૂટા છવાયા વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે

અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત 22 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે અને 22 થી 30 જુલાઇ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.