દરિયાકિનારે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના, સુરત સહિતના શહેરોમાં એલર્ટ જાહેર!
મિત્રો ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠે વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે તેવી માહિતી આપવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને ડુમસ અને સુવાલીનો બીચ બંધ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી બંધ રહેશે.
મિત્રો અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઇ છે અને જેને કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાને કારણે 40 થી 50 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા છે.
સુરત એચ ડીવિઝન મદદનીશ પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં ડુમ્મસ અને સુવાલી બીચ બંધ રાખવા બાબતનો ઉલ્લેખ છે.
સુરતના એચ ડીવિઝન એસીપી દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં અચોક્કસ મુદત માટે ડુમસ અને સુવાલીનો બીચ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સરકાર શ્રી ના હવામાન ખાતાની આગાહી છે કે આગામી દિવસો દરમિયાન ગુજરાત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર વાવાઝોડું ફૂંકાવાની અને ઉંચા મોજા ઉછળવાની શક્યતાને આધારે…
આગામી દિવસો દરમ્યાન કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુસર લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને તારીખ 18 જુલાઇથી જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી સુરતના દરિયાકાંઠાના માછીમારોને દરિયો નહીં ખેડવા જવા સૂચના કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરવાનું પણ જણાવવામાં આવેલ છે.
નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.
હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.