સૂર્યગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ આ વાતનું ખાસ રાખવું પડશે ધ્યાન

મિત્રો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં મોટી ખગોળીય ઘટના ગણવામાં આવે છે. આ દિવસ દરમિયાન વિશેષ સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવે છે.

વર્ષ 2022નું પ્રથમ સૂર્ય ગ્રહણ 30 એપ્રિલ 2022 અને શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ 12:15 વાગે શરૂ થશે અને સવારે  4:07 વાગ્યે સમાપ્ત થશે.

સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની આપણે વાત કરીશું.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ગ્રહણની અસર સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે. સૂર્ય ગ્રહણની સારી અને ખરાબ બંને પ્રકારની અસર હોઈ શકે છે.

ગ્રહણ દરમ્યાન સૂર્યમાંથી નીકળતા કિરણો ખૂબ જ હાનિકારક હોય છે જે વ્યક્તિના જીવનને ખૂબ જ પ્રભાવિત કરે છે. આ હાનિકારક કિરણોની અસર સૌથી વધુ સગર્ભા સ્ત્રીઓ અને બાળકો ઉપર થાય છે તેથી આ લોકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખૂબ જ કાળજી લેવાની જરૂર છે કારણ કે એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમ્યાન ગર્ભવતી મહિલાઓએ ક્યારેય ઘરની બહાર ન જવું જોઈએ કારણકે સૂર્યમાંથી નીકળતા હાનીકારક કિરણો તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

સૂર્ય ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ક્યારેય પણ તીક્ષ્ણ હથિયાર કે વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે તેનાથી બાળકમાં વિકૃતિ આવી શકે છે તેવું માનવામાં આવે છે.

આ ઉપરાંત કોઈપણ પ્રકારનો સિલાઈનું કામ કે એમ્બ્રોઇડરીનું કામ પણ ન કરવું જોઈએ.

આ ઉપરાંત સૂર્ય ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શાકભાજી કાપવાનું, કપડા સીવવાનું વગેરે જેવા કામો પણ કરવાનું ટાળવું જોઈએ.

સૂર્યગ્રહણ દરમ્યાન કરો આ ઉપાયો :

સૂર્યગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ જીભ ઉપર તુલસીનું પાન રાખવું જોઈએ અને હનુમાન ચાલીસા અને દુર્ગા સ્તુતિનો પાઠ કરવો જોઈએ.

સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી સગર્ભા સ્ત્રીઓએ સ્નાન કરવું ફરજિયાત છે નહીતો તેનું બાળક ચામડીના રોગોથી પીડાય છે.

સૂર્ય ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ માનસિક જાપ કરવા જોઈએ જેનાથી ગર્ભસ્થ બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.