રોજ માત્ર 2 રૂપિયા જમા કરો અને મેળવો 36 હજાર રૂપિયાનું પેન્શન

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શાનદાર યોજના છે.

આ યોજના અંતર્ગત સરકાર આ લોકોને પેન્શનની ગેરંટી આપે છે જેમાં રોજના 2 રૂપિયા બચાવીને તમે વાર્ષિક 36 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે.જો

તમારી ઉંમર 18 વર્ષની છે તો દૈનિક બે રૂપિયાની બચત કરીને તમે 36 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરનો થઈ જાય અને આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો તેને દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે.

18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર પ્રમાણે તમારે દર મહિને 55 રૂપિયાથી લઇને 200 રૂપિયા વચ્ચેનું પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે.

60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે.

60 વર્ષ બાદ તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે એટલે કે વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન તમને મળશે.

આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે અને સાથે આધાર કાર્ડ હોવું પણ જરૂરી છે.

આ યોજનામાં જોડાવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ.

તમે સી.એસ.એસ. (કોમન સર્વિસ સેન્ટર) માં જઈને આ યોજના માટે રજિસ્ટ્રેશન કરી શકો છો.

રજિસ્ટ્રેશન વખતે તમારી પાસે આધાર કાર્ડ, બચત ખાતું અથવા જન ધન ખાતુ અને મોબાઈલ નંબર વગેરેની જરૂર પડશે.

આ ઉપરાંત સંમતિ પત્રક પણ આપવાનો રહેશે જે બેંક શાખામાં પણ આપવાનો રહેશે જેથી તમારા બેંક ખાતામાંથી પેન્શનનું પ્રિમીયમ સમયસર કપાઇ શકે.

આ યોજનામાં લાભ લેવા માટે વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.