દેશમાં મોટું વીજળીનું સંકટ ઉભું થશે, માત્ર ત્રણ દિવસનો જ કોલસો બચ્યો છે

મિત્રો ચીન પછી હવે ભારતમાં મોટાપ્રમાણમાં વીજળીની અછત આવે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

કેન્દ્રીય ઉર્જા મંત્રાલય તેમજ અન્ય એજન્સીઓ દ્વારા સંગ્રહ કરેલા કોલસાની માહિતી મેળવ્યા બાદ વિશેષજ્ઞો દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ભારતમાં વીજળી સંકટ સર્જાઇ શકે છે કેમ કે દેશના 135 થર્મલ પાવરસ્ટેશનમાંથી 72 સ્ટેશન પાસે માત્ર ત્રણ દિવસનો કોલસો બચ્યો છે.

મિત્રો જે સ્ટેશનમાં વીજળીની અછત વર્તાઈ રહી છે તે સ્ટેશનનોમાં 66.35 ટકા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે જો આ બધા જ સ્ટેશનો બંધ થયા તો દેશમાં મોટું વીજ સંકટ સર્જાઇ શકે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

મિત્રો એવી આશંકા વર્તાઈ રહી છે કે ભારતમાં પણ ચીનની જેમ મોટા પ્રમાણમાં વીજળીનું સંકટ ઉત્પન્ન થઇ શકે છે. મિત્રો સરકારના અહેવાલ પ્રમાણે વર્ષ 2019 ના ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં 10660 કરોડ યુનિટ વીજળીની અછત હતી તે વર્ષ 2020 ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વધીને 12420 કરોડ પર પહોંચી ગઇ છે.

મિત્રો ઇન્ડોનેશિયામાંથી આવતા કોલસાની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે, કોલસાની કીમત 60 ડોલરથી વધીને 210 ડોલર સુધી પહોંચી ગઈ છે.

ભારતમાં 135 થર્મલ સ્ટેશન પૈકી 72 થર્મલસ્ટેશન પાસે માત્ર ત્રણ દિવસનો જ કોલસો બચ્યો છે જેથી એવી આશંકા સેવાઈ રહી છે કે ભારતમાં મોટાપ્રમાણમાં વીજળીની અછત સર્જાઈ શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.