બાળકોને દર મહિને મળશે 2500 રૂપિયા, જો તમારા ઘરે બાળક હોય તો જરૂર જુઓ

જો તમારા ઘરે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો છે તો તમારા માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ યોજના અંતર્ગત તમે કોઈપણ પ્રકારના જોખમ વગર સારો નફો મેળવી શકો છો.

મિત્રો પોસ્ટ ઓફિસની આયોજના ખૂબ જ સારી છે. પોસ્ટ ઓફિસની MIS એક એવી સેવિંગ સ્કીમ છે જેમાં તમે એકવાર પૈસા લગાવીને દર મહિને તેના વ્યાજનો લાભ મેળવી શકો છો.

આ એકાઉન્ટ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામ ઉપર ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસનું આ ખાતું તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઇને ખોલાવી શકો છો.

આ યોજના અંતર્ગત તમે ઓછામાં ઓછા 1000 રૂ અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આ યોજનામાં તમને 6.6 ટકા વ્યાજ મળશે.

જો બાળકની ઉંમર 10 વર્ષ કરતાં વધુ હોય તો તેના નામ પર આ એકાઉન્ટ બનાવી શકાય છે અને જો બાળકની ઉંમર 10 વર્ષ કરતા ઓછી હોય તો તેના પેરેન્ટ્સ આ ખાતું ખોલાવી શકે છે. આ યોજનાની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે ત્યારબાદ તેને તમે બંધ પણ કરી શકો છો.

હવે આપણે જાણીએ કે કેટલું રોકાણ કરવાથી કેટલું વ્યાજ મળે છે:

જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ છે અને તમે તેના નામ ઉપર બે લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને દર મહિને 6.6 ટકા વ્યાજ ના હિસાબે 1100 રૂપિયા મળશે.

પાંચ વર્ષમાં આ વ્યાજ મળીને 66000 રૂપિયા થાય છે અને છેલ્લે રોકેલા બે લાખ રૂપિયા પણ રિટર્ન થઈ જાય છે.

માતા-પિતાને બાળકોને થતા ભણાવવાના ખર્ચમાં આ રકમ થોડી ઘણી મદદ કરી શકે છે.

આ એકાઉન્ટની ખાસિયત એ પણ છે કે તમે તેને સિંગલ અથવા ત્રણ એડલ્ટ મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકો છો.

જો તમે આ ખાતામાં સાડા ત્રણ લાખ રૂપિયા જમા કરો છો તો વર્તમાન વ્યાજ દરથી તમને દર મહિને 1925 રૂપિયા મળશે. આ રકમ તમે તમારા બાળકોને ભણાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો.

મિત્રો આ યોજનામાં તમે વધુમાં વધુ સાડા ચાર લાખ રૂપિયા જમા કરીને દર મહિને 2475 રૂપિયાનો લાભ લઇ શકો છો.

વ્યાજના પૈસાથી તમે શાળાની ફી, ટ્યુશન ફી, બાળકોના સ્ટેશનરીના ખર્ચ વગેરે કાઢી શકો છો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.