ગ્રીષ્મા હત્યા કેસને લઈને પોલીસે કર્યો મોટો ખુલાસો…જુઓ ગ્રીષ્માની માતા એ શું કહ્યું?

ગ્રીષ્મા કાંડને લઈને રોજ નવા-નવા મોટા ખુલાસા થઇ રહ્યા છે અને હવે આ ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ગ્રીષ્મા અને ફેનિલ એક જ કોલેજમાં સાથે ભણતા હતા.

ફેનીલને ગ્રીષ્મા સાથે પ્રેમ સંબંધ રાખવો હતો પરંતુ ગ્રીષ્માને તે મંજૂર ન હતું એટલે તેને એક તરફી પ્રેમમાં હતો.

આ બાબતની જાણ ગ્રીષ્માએ તેના પરિવારજનોને કરી હતી જેથી તેના પરિવાર વાળાઓએ ફેનિલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફેનીલ એકનો બે ન થયો.

ત્યારબાદ ફેનીલએ ગ્રીષ્માના ઘરની સામે જ ગ્રીષ્માને પકડીને છરી દ્વારા ગળા ઉપર હુમલો કરીને હત્યા કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે પોલીસ સ્ટેશનમાં જેલમાં કેદ કરવામાં આવ્યો છે. ગ્રીષ્માના  મોટા પપ્પા અને ભાઈ હોસ્પિટલમાં છે અને તેમની તબિયત સારી છે.

ગ્રીષ્માના પરિવારમાંથી તેની માતાએ બયાન આપતાં કહ્યું કે ફેનીલ ઘણા સમયથી પરેશાન કરતો હતો અને છેલ્લે એવું લાગી રહ્યું હતું કે હવે બધું બરાબર ઠીક થઈ જશે.

પરંતુ અંતે જે રીતે આ કહાનીનો અંત આવ્યો તે કોઈએ પણ વિચાર્યું ન હતું.

અને તેમણે જણાવ્યું કે આ ઘટનામાં મારી દીકરીનો કોઈ વાંક જ ન હતો અને મને ન્યાય જોવે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે “બેટી પઢાવો બેટી બચાવો” ના પાટીયા ઉતારી દો અને બેનરો લગાવો કે જેમાં લખ્યું હોય કે “બેટી બચાવવી હોય તો ઘરમાં જ સુરક્ષિત રાખો”.

મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.