નાઇટ ડ્યુટી નિભાવીને ઘરે જતા પોલીસ જવાનનું અકસ્માતમાં કરૂણ મોત

ગુજરાત રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટ માટે એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક પોલીસ જવાનનું અકસ્માતમાં મોત થયું હતું.

જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પોતાની નાઈટ ડ્યુટી પૂરી કરીને ઘરે પરત જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો અને તેમનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ હાલોલ તાલુકાના કોપરેજ ગામના વતની ભદ્રેશભાઈ ઉદયસિંહ સોલંકી રવિવારે પોતાની નાઈટ ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે ઉપર આઇસર ટેમ્પાની સાથે અકસ્માત થતાં તેમનું મોત નિપજ્યું હતું.

ભદ્રેશભાઈ હાલ કપુરાઈ ચોકડી ડભોઇ રોડ ઉપર આવેલ રત્ન હેવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

આ પોલીસ જવાન છેલ્લા ચાર વર્ષથી વરામણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવતા હતા. તેઓ રોજ અપડાઉન કરતા હતા અને તેમનો અપડાઉનનો મુખ્ય રસ્તો હાઇવે નંબર 48 હતો.

હાઈવે ઉપર જ તેમનો અકસ્માત થયો તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આ ઘટના દરમિયાન તરત જ તેમના પરિવારને જાણ કરવામાં આવી અને તેમનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર આકસ્માત થવાનું મુખ્ય કારણ હાઈવે પર કોઈપણ પ્રકારની ટ્રાફીક સિગ્નલની નિશાનીઓ રાખ્યા વગર હાઈવે ની ત્રીજી લાઈન માં ઊભેલો આ ટેમ્પો હતો.

પોલીસ ટેમ્પાચાલકની તપાસ કરી રહી છે અને તેને પકડીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ પોલીસ જવાનના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેના પરિવારજનોને આ દુઃખમાંથી ઊભા થવાની ભગવાન શક્તિ આપે. ઓમ શાંતિ.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.