આરોપી ફેનીલને કોર્ટ સજા આપે તે પહેલા જ પોલીસે ગ્રીષ્માના ઘરની સામે ફેનીલ સાથે જે કર્યું તે જાણીને તમારી છાતી ફૂલી જશે

આપણે જાણીએ છીએ કે સુરતમાં બનેલા ગ્રીષ્માના હત્યાકેસમાં ફેનીલ નામના યુવકે ગ્રીષ્મા નામની યુવતીની છરી મારીને જાહેરમાં હત્યા કરી નાખી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકો આ દીકરીને ન્યાય મળે તેની માગણી કરી રહ્યા છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવું ઇચ્છી રહ્યા છે.

આ કેસમાં સામે આવેલા વિડીયો અને અન્ય પુરાવા દ્વારા કામરેજ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવવા માટે કામરેજ પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જે બાદ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

આ કેસમાં એક તરફ લોકો તેને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે ત્યારે પોલીસે પણ આરોપી વિરુદ્ધ કડક પગલાં લેતા તેને કોર્ટની સજા પહેલાં જાતે જ સજા આપવાની શરૂઆત કરી દીધી છે.

આરોપીના રિમાન્ડ મળ્યા બાદ પોલીસ ફેનીલને હત્યાના સ્થળે લઈને reconstruction કર્યું હતું અને આ દરમિયાન પોલીસે ફેનીલને ગ્રીષ્માના ઘરની આગળ લાવીને સખત માર માર્યો હતો જેથી આવા ગુના અંગે વિચારી રહેલા ગુનાહિત માનસ ધરાવતા લોકો માં ધાક બેસાડી શકાય.

આ ઉપરાંત રીમાન્ડની મર્યાદા સોમવારે પૂરી થતા આ કેસમાં 1000થી પણ વધુની પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત આરોપીના અવાજના સેમ્પલ ના રૂપમાં એફએસએલ નો રિપોર્ટ પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે એક હજાર પાનાંની ચાર્જશીટ આટલા ઓછા સમયમાં કોર્ટમાં રજૂ કરવાનો સુરતના આ પહેલો કેસ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.