ગામડાના લોકો માટે મોટી ખુશખબર : મળશે મફતમાં ઘર | આજે જ લાભ લો

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને વર્ષ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને વર્ષ 2024 સુધી ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી મોદીએ 2015માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ગામડાઓમાં લોકોને ઘરના રીપેરીંગ અને નવા ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત સમતળ જમીન માટે 120000 રૂપિયા અને પહાડી વિસ્તારો માટે 130000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત અત્યાર સુધી 197000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારે આ યોજના માટે 217257 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના પહાડી રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય 90:10 ના પ્રમાણમાં સહાય આપે છે.

સામાન્ય વિસ્તારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર 60:40 ના ભાગે સહાય આપે છે.

આવી રીતે મોદી સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને 2024 સુધી લંબાવી છે જેથી ગામડામાં હજી પણ મકાન બનાવવાના બાકી હોય કે રીપેરીંગ કરવાના બાકી હોય તો તે થઈ શકે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.